Welcome to Association of Library Professionals, Gandhinagar, Gujarat.

[Registration No.G6680, Dt. 24/01/2023]

| बोधयन्त: परस्परं |

“બોધ્ધયંત પરસ્પરમ”  ધ્યેય વાક્ય ની વિભાવના.

આથી, ભગવદગીતાના વિભુતિયોગ સ્લોકના પ્રથમ ચરણમાંથી આ ધ્યેય વાક્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

“બોધ્ધયંત પરસ્પરમ”

“Learn from Each Other – Share with Each Other – Grow Together.”

અર્થાત્, “એકબીજા પાસેથી શીખીએ, એકબીજાને શીખવીએ અને સાથે મળીને લાઇબ્રેરી વ્યવસાયને આગળ વધારીએ.”

“બોધયંતઃ પરસ્પરમ્” ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વ્યવસાયિકો માટે માત્ર એક ધ્યેયવાક્ય નથી, પરંતુ જ્ઞાનની વહેંચણી, પરસ્પર સહકાર, સંશોધન, નવીનતા, વ્યવસાયિક વિકાસ અને સામૂહિક પ્રગતિની એક વ્યાપક વિચારધારા છે.

ગ્રંથપાલો, માહિતી વૈજ્ઞાનિકો અને ગ્રંથાલય વ્યવસાય સાથે જોડાયેલા નિષ્ણાતો પોતાના જ્ઞાન, અનુભવ, સંશોધન અને શ્રેષ્ઠ પદ્ધતિઓ એકબીજા સાથે વહેંચે. ગ્રંથાલયમાં થયેલ સફળ પ્રયોગ અન્ય ગ્રંથાલય માટે માર્ગદર્શક બની રહે.

માણસને  મંડળી જોઈએ, ગૃપ જોઈએ. ગૃપ વિનાનો માણસ એકલો પડી જાય છે. અનુકૂળ આદર્શોવાળું ગૃપ મળવું દુલભૅ હોય છે. જો મળી જાય તો પ્રશ્નો જલદી હલ થાય અગરી લાગતી સમસ્યાઓની સરળ બની જાય. વિશિષ્ટ આદર્શો ધરાવતું ગૃપ અનેક  ધ્યેયો હાંસલ કરી શકે છે. પરસ્પરમાં ચર્ચા ગોસ્ટી આ ચર્ચા થાય પણ વિખવાદમાં ન પરિણમે તે જોવું જોઇએ. ટૂંક માં ચર્ચા જ્ઞાનમાં પરિણમવી જોઈએ. વ્યવસાયિકો, નિષ્ણાતો , તજજ્ઞ્નો વિશિષ્ટાઓ સાથે મળી પરસ્પરમાં એકબીજાને પોતપોતાના અનુભવો, જ્ઞાન વગેરેની આપ-લે કરે છે. જે અંતે સત્સંગ બની રહે. આ સત્સંગ મૃત્યું લોકમાં અમૃત સમાન છે. તે હારેલાં, ભાંગી ગયેલા ને નવું જીવન આપે છે. તેથી ગીતા કહે છે, “પરસ્પરં બોધયંત : એક્બીજાજે બોધ પમાડતા. એ મુદ્દાથી સમાધાન રહેવું જરૂરી છે. પરસ્પર સત્સંગ કરતાં કોઇનામાં ગુરૂભાવ કે જડતા આવી ન જાય તે જોવું જોઇએ દરેક ને સમાન તક સમાન વ્યવહાર રાખવો. પોતે જ શ્રેષ્ઠ છે. જ્ઞાની છે. ગુરૂ છે. ઉત્તમ છે. તેવો ભાવકે વ્યવહાર આવે તો બોધ ગ્રહણ કરવાની દક્ષતા ચાલી જાય છે. મંડળ ને હંકાવનાર બધાજ સભ્યોને સાંભળનારો હોય તેવો આગ્રહ રખાય છે. 

OBJECTIVES

ઉદ્દેશો :

૧) વિદ્યાર્થીઓ અને સમાજ ના ઉત્કર્ષ માટે પુસ્તકાલય પ્રવૃતિને ઉત્તેજન આપવું.

૨) ગ્રંથાલય વ્યવ્યસાયિકોના વિકાસ માટે ટૂંકા અથવા લાંબા ગાળાના તાલીમ વર્ગો/કાર્યશાળાઓ / પરિસંવાદોનું આયોજન કરવું

૩) ગ્રંથાલય અને માહિતી કેન્દ્રની સેવાઓ ને ઉપભોક્તાભિમુખ કરવા સહકાર સાધવો.

૪) ગ્રંથાલય તથા માહિતી વ્યવસાયમાં રોજગારી નુ નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા.

૫) ગ્રંથાલય અને માહિતી સેવાઓ અને શિક્ષણની ગુણવત્તા જળવાય તે માટે તેના ચોક્ક્સ ધોરણોનો અમલ થાય તેવા પ્રયત્નો કરવા.

૬) ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સંબધી સંશોધન અને પ્રકાશન હાથ ધરવું.

૭) સભ્યો અને સમાજ માટે કલ્યાણલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરવું.

૮ ) તમામ પ્રકાર ના ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં કાર્યરત વ્યવસાયિકોના હિત સંબધી ઉત્કષૅ માટે અવરોધોની ચર્ચા કરી યોગ્ય ઉકેલ  મેળવવા પ્રયત્નો કરવા .